Pages

મારે ફરી એકવાર શાળાએ જવું છે.-Unknow

મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે ,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને ,
સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર….
રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી ,
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી…
મરચુ મીઠું ભભરાવેલ ,
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે ,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે…
મારે ફરી એકવાર….
છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં ,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને ,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દીવાળીના વેકેશનની રાહ જોતાં ,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી ,
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી ,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા…
મારે ફરી એકવાર….
કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં ,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં ,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે
તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે…
મારે ફરી એકવાર….
નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું…
આજે જયારે મોટો થયો છે કે “તૂટેલા સ્વપ્નો” અને “અધુરી લાગણીઓ” કરતા
“તૂટેલા રમકડા” અને “અધૂરા હોમવર્ક” સારા હતા…
આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય એના કરતા
શાળા માં શિક્ષક “અંગુઠા” પકડાવતા હતા એ સારું હતું…
આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે “પીઝા” મા નથી આવતો…
ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવું છે .
ખરું ને ?

Aooo... Lolita!',


Aooo... Lolita!', 
મનીયા મસ્તીખોર તરફ થી બોલીવૂડના one of the best કોમેડિયન શક્તિ કપૂર ને હેપી બર્થ ડે,
અને હા,
સાથે સાથે મનીયા મસ્તીખોર તરફ થી તમારા માટે શક્તિ કપૂર નાં થોડા ફેમસ ડાયલોગ
” Mein chota sa, pyara sa, nanha sa, baccha hoon”(તો ભી કોઈ ને મુજ્હે હેપી બર્થ ડે વિશ નહિ કિયા)

” Dil garden garden ho gaya”..!!(મનીયા એ હેપી બર્થ ડે વિશ કર્યું એટલે)
“Dhaki chiki dhaki chiki”
“Hichkiyaan hichkiyyan main hu Nandu sabka bandhu,”

અંદાજ અપના અપના ફિલ્મ નાં ડાયલોગ તો ખાસ કરી ને બધાને યાદ જ હશે ને?
"Agar tumne police ko khabar ki......... to kar den koi problem nahi!"
"Aankhen nikaal kar gotiyan khelunga"
"Yeh Teja Teja kya hai? Yeh Teja Teja?"
"Gogo jab bhi aata hai kuch na kuch leke jaata hai."
"Crime master Gogo naam hai mera ... aankhen nikaal kar gotiyaan khelunga"
"Aaya hoon, kuch to loot kar jaunga ... "
"khandani chor hoon main, khandani ... Mogambo ka bhatija, Gogo"
”Jab koi bachcha nahin sota, to uski maa kehti hai ki ... soja soja soja nahin toh Gogo aa jayega”



અને બીજું તો શું
મનીયો તો શક્તિ કપૂર ને એટલુજ કહેશે,

” Aap mahaan hai,
Shaktimaan hai,
Buddhimaan hai,
Keertimaan hai,
Gyani hai,
Daani hai,
Antaryaami hai,
Balki… balki main to yeh kahoonga ki aap purush hi nahi,
Mahapurush hai… mahapurush!”

તોફાની રાત માં મનીયો ...


તોફાની રાત માં મનીયો એકલો જંગલ માં થી પસાર થઇ રહ્યો હતો,
એટલા માં એક છોકરી રસ્તા માં મળી અને કહ્યું 
Come on ડાર્લિંગ, મારી છત્રી માં આવી જા,મારું ઘર અહિયાં પાસેજ છે
મનીયો :- Its OK બહેન જી
એટલું કહી ને મનીયો ત્યાં થી ભાગી ગયો
MORAL :- મોરલ વોરલ કઈ નઈ
છોકરી ના પગ ઉંધા હતા.



'જતીનદાસ'





'જતીનદાસ'
ઉપવાસ કરી ને રાજદ્વારી અધિકાર માટે શહીદ થઇ ગયેલા વીરો માં પ્રથમ નામ છે,શહીદ જતીનદાસ નું,
જેઓ શહીદ ભગત સિંહ ના સાથી હતા,જતીનદાસ લાહોર ષડયંત્ર માટે પકડાયા હતા ને તેમને ૧૯ ક્રાંતિકારીઓ સાથે લાહોર સેન્ટ્રલ જેલ માં રાખવામાં આવ્યા હતા,
અંગ્રેજો દ્વારા રાજદ્વારી કેદીયો સાથે જેલોમાં રખાતા ભેદભાવ સામે ભગત સિંહ, બટુકેશ્વર દત્ત સાથે ઉપવાસ પર ઊતર્યા હતા.એમણે એમના સાથીઓને કહ્યું હતું કે 'એકાદ ક્રાન્તિકારી શહીદ નહીં થાય ત્યાં સુધી રાજદ્વારી કેદીઓની હાલત સુધારશે નહીં.
જતીન દાસ દ્વારા ઉપવાસ પર ઉતર્યા બાદ થોડા દિવસ પછી હાલત બગડવા માંડી હતી,ત્યારે અંગ્રેજ સરકારે બળજબરી પૂર્વક તેમને ખવડાવવાના પ્રયાસો કર્યા હતા,અંગ્રેજ સરકાર દ્વારા ગળા માં રબરની ટ્યુબ નાંખીને દૂધ રેડવા ના પ્રયત્નો કાર્ય હતા,પરંતુ જતીનદાસ એ જ વખતે ખાંસી ખાતા એટલે બધું દૂધ સીધું ફેફસામાં ચાલ્યું જતું,જેથી અંગ્રેજી સરકાર ના પ્રયત્ન નિષ્ફળ જતા.
----------------------------------------------------------------------------------------
આ લખવાનું કારણ એટલુજ કે કાલે ૧૩ જુલાઈ છે,જતીનદાસે ૧૩ જુલાઈ ૧૯૨૯ ના રોજ ઉપવાસ ચાલુ કરેલા અને ૬૩ દિવસ બાદ એમનું મુત્યુ થયું હતું.
બસ કાલે રાહુલ-નરેન્દ્ર મોદી,સલમાન-શાહરૂખ,કરીના-માધુરીને બાજુ માં મૂકી ને જતીનદાસ ને પણ ૨ મિનીટ યાદ કરી દેજો.
 

૧૮૫૭ની ક્રાંતિ પહેલાં આવું હતું અમદાવાદ!

આજે ૬૦૧મો જન્મ દિવસ ઊજવતા આપણા અમદાવાદે ઘણું જોયું છે અને એને જોનારી નજરો પણ અસંખ્ય હશે. ઈસ. ૧૮૫૩માં અંગ્રેજ કર્નલ બિગ્ઝે, થિયોડોર હોપના સૂચનથી શહેરના વિવિધ સ્મારકોના ફોટોગ્રાફ્સ લીધા. ઇસ. ૧૮૫૭નો વિપ્લવ થયો અને કર્નલ બિગ્ઝ એક વર્ષ સુધી અહીંથી ચાલ્યા ગયા. ફરી તેમણે ભારત પ્રવાસ ખેડ્યો અને તેમનું ફોટોગ્રાફિક કલેક્શન શરું કર્યું. પ્રતિષ્ઠિત ચિત્રકાર અમિત અંબાલાલ પાસે આ દુર્લભ તસવીરોનો ઓરિજિનલ સંગ્રહ જળવાયેલો છે. આ તસવીરો તેમણે શહેરના જન્મ દિવસ નિમિત્તે સિટી ભાસ્કર સાથે શેર કરી. તેઓ કહે છે, ‘આ બહુ નાજુક સ્થિતિમાં છે પણ અમૂલ્ય છે. આમાં જે ફોટોગ્રાફ્સ છે તે સ્થિતિમાં શહેરના સ્મારકો આજની ગીચતામાં ફરી ક્યારેય જોવા નહીં મળે .’
Source:- divyabhashkar.com




"લોન" માટે તાકીદની તપાસ કરવા ગયો હતો


પૃથ્વી પર રીટર્ન થઇ રહેલા વિજય માલ્યા ને પૂછ્યું:-
"અરે તમે ચંદ્રલોકથી આટલા જલદી પાછા?
વિજય માલ્યા:-" હા,ત્યાં ખાસ બીજું તો કંઈ કામ નહોતું, પણ માત્ર  "લોન" માટે તાકીદની તપાસ કરવા ગયો હતો.

રજનીકાંત અને નરેશ કનોડીયા

રજનીકાંત અને નરેશ કનોડીયા
હવે ફ્રેન્ડ બની ગયા છે.
ચડસા-ચડસી પર ઉતરવાનું બંધ
કરી દીધું છે.અને તે બંને હવે
એક જ ફિલ્મમાં કામ કરવાનાં
છે.તો વિચારો….એ નવી ફિલ્મનું
નામ શું હશે?

અરે વિચારો વિચારો…

ના ખબર પડી? તો લો ત્યારે કહી
દઉં….

ફિલ્મનું નામ - શહેરનો રૉબો
અને ગામડાનો ડોબો…