Pages

૧૮૫૭ની ક્રાંતિ પહેલાં આવું હતું અમદાવાદ!

આજે ૬૦૧મો જન્મ દિવસ ઊજવતા આપણા અમદાવાદે ઘણું જોયું છે અને એને જોનારી નજરો પણ અસંખ્ય હશે. ઈસ. ૧૮૫૩માં અંગ્રેજ કર્નલ બિગ્ઝે, થિયોડોર હોપના સૂચનથી શહેરના વિવિધ સ્મારકોના ફોટોગ્રાફ્સ લીધા. ઇસ. ૧૮૫૭નો વિપ્લવ થયો અને કર્નલ બિગ્ઝ એક વર્ષ સુધી અહીંથી ચાલ્યા ગયા. ફરી તેમણે ભારત પ્રવાસ ખેડ્યો અને તેમનું ફોટોગ્રાફિક કલેક્શન શરું કર્યું. પ્રતિષ્ઠિત ચિત્રકાર અમિત અંબાલાલ પાસે આ દુર્લભ તસવીરોનો ઓરિજિનલ સંગ્રહ જળવાયેલો છે. આ તસવીરો તેમણે શહેરના જન્મ દિવસ નિમિત્તે સિટી ભાસ્કર સાથે શેર કરી. તેઓ કહે છે, ‘આ બહુ નાજુક સ્થિતિમાં છે પણ અમૂલ્ય છે. આમાં જે ફોટોગ્રાફ્સ છે તે સ્થિતિમાં શહેરના સ્મારકો આજની ગીચતામાં ફરી ક્યારેય જોવા નહીં મળે .’
Source:- divyabhashkar.com