Pages

ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબો

સવારે તૈયાર થઈ બ્રીફકેસ લઈ ઘરેથી બહાર નીકળીએ, પડોસી પૂછેઃ “શું નોકરી પર જાવ છો?”

“ના. બગીચામાં આંટો મારવા નીકળ્યો છુ!”

........................

ધંધામાં છું એટલે લોકો પૂછે છે: “ક્યા? દાલ રોટી નીકલતી હૈ?”

મને જવાબ આપવાની ઈચ્છા થઈ જાય છેઃ “દાલ નીકલતી હૈ, રોટી પડોસ મેં સે લાતે હૈ!”

.........................

કાકાને વરંડામાં ચા પીતાં જોઈ ને… ” શું કાકા ચા પીવો છો?”

” ના.., રકાબી ચાટું છું!”

...........................

મંદિરના પગથીયા ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પૂછે: “કેમ? દર્શન કરી આવ્યા?”

“ના. મંદિરમાં અંદર લાઈન મારવા ગયો હતો!”

...........................

No comments:

Post a Comment