Pages

Jokes

બેસૂરું ગીત

અપ્પુ (નાના ભાઈને) : પપ્પુ, હું ગીત ગાઉ ત્યારે તું બહાર કેમ ઊભો રહી જાય છે?
પપ્પુ : આજુબાજુમાં રહેતા લોકોને એમ તો ન થાય ને કે આવું બેસૂરું હું ગાઉ છું!

નાક સાફ કરવાનો રૂમાલ

તોફાની બંટી : પપ્પા, ગળામાં શું બાંઘ્યું છે?
પપ્પા : તને નથી ખબર, આને શું કહેવાય?
તોફાની બંટી : સમજી ગયો પપ્પા, તમે પણ મારી જેમ નાક સાફ કરવાનો રૂમાલ બાંઘ્યો છે. હેં ને!

અઢી રૂપિયાના બે સિક્કા

એક ગપ્પીદાસ (બીજાને) : આજે તો બગીચામાંથી મને પાંચ રૂપિયાનો સિક્કો મળ્યો.
બીજો ગપ્પીદાસ : યાર, એ મારો જ છે. કાલે મારાથી બગીચામાં પડી ગયો હતો.
પહેલો ગપ્પીદાસ : પણ મારી પાસે અઢી-અઢી રૂપિયાના બે સિક્કા હતા.
બીજો ગપ્પીદાસ : એનો અર્થ કે નીચે પડવાથી એના બે કટકા થઈ ગયા હશે.

ચા ફાયદાકારક કે નુકસાનકારક?

ગોલુ : ભોલુ, તું મને એક સવાલનો જવાબ આપ કે ચા પીવી ફાયદાકારક છે કે નુકસાનકારક?
ભોલુ : કોઈ પીવડાવે તો ફાયદાકારક અને પીવડાવવી પડે તો નુકસાનકારક.

પૈસામાંથી રૂપિયા બનાવવાની રીત 

સોનુ : પપ્પા, આપણે કાલે માલામાલ થઈ જઈશું.
પપ્પા : ઓહો! પણ કેવી રીતે બેટા?
સોનુ : કાલે સ્કૂલમાં ગણિતના ટીચર પૈસામાંથી રૂપિયા બનાવતા શીખવાડવાના છે.

No comments:

Post a Comment