ચકીબ્હેન, ચકીબ્હેન,
ચકીબ્હેન, ચકીબ્હેન,
મારી સાથે રમવા આવશો કે નહિ ?
આવશો કે નહિ ?
ચક ચક ચણજે,
ચીં ચીં કરજે,
ચણવાને દાણા
આપીશ તને, આપીશ તને.
બા નહિ વઢશે,
બાપુ નહિ બોલશે,
નાનો બાબો તને
ઝાલશે નહિ, ઝાલશે નહિ.
બેસવાને પાટલો,
સૂવાને ખાટલો,
ઓઢવાને પીંછાં આપીશ તને,
આપીશ તને.
પહેરવાને સાડી,
મોર પીંછાંવાળી,
ઘમ્મરિયો ઘાઘરો
આપીશ તને, આપીશ તને
No comments:
Post a Comment