મનીયો-એના એકાએક મૃત્યુનું કાંઈ કારણ ?
ટીનીયો-હા, એ ભૂલકણો હતો. સંભવ છે કે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય...
_________________________________________________________________________
મનીયો-એવી કઈ જગ્યા છે જ્યાં પૈસાદાર માણસ પણ હાથમાં વાસણ લઈને ઊભો રહે છે ?
ટીનીયો-એવી તે કઈ જગ્યા ? યાદ નથી આવતું.
મનીયો-સિમ્પલ ! પાણીપૂરીની લારીએ...!!
_________________________________________________________________________
સંસ્કૃતના ટીચરે પૂછ્યું -
તમસો મા જ્યોર્તિગમય.... આનો અર્થ શું થાય ?
મનીયો મસ્તીખોર-તમે સુવો, મા ! હું જ્યોતિના ઘરે જઈને આયો !
_________________________________________________________________________
મનીયા મસ્તીખોર એ એક પેપર માં જાહેરાત આપી-
પ્રિય વાચકો, હું ગાંધીજીના ફોટા ભેગા
કરું છું. તમે મદદ કરી શકો છો. તમારા ઘરમાં જેટલી પણ 500/1000 રૂપિયાની
નોટ હોય એ મને મોકલી દેવા વિનંતી.
_________________________________________________________________________
nice jokes
ReplyDelete